SAGBARA
આંજણવઈ- વાડવા વચ્ચે કરજણ નદીમાં ડૂબી જતા વાડવાના સુભાષભાઈ વસાવાનું કરુણ મોત,

આંજણવઈ- વાડવા વચ્ચે કરજણ નદીમાં ડૂબી જતા વાડવાના સુભાષભાઈ વસાવાનું કરુણ મોત,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
આંજણવઈ-વાડવા વચ્ચે કરજણ નદીમાં ડૂબી જતા એક વ્યક્તિનું કરુણ મોત,
ચિકદા તાલુકાના આંજણવઈ અને વાડવા ગામને જોડતી કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાડવા ગામના રહેવાસી વસાવા સુભાષભાઈ કાશીરામભાઈ ઉંમર આશરે 42 વર્ષ નું નદી પાર કરતી વખતે આકસ્મિક રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાથી વાળવા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



