હાલોલના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12 મોં પાટઉત્સવ ધાર્મિક વાતાવરણમા ઉજવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૬.૨૦૨૬
હાલોલ ના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર નો 12 મોં પાટ ઉત્સવ સંતો, મહંતો ની પ્રેરક ઉપસ્થિતિ માં શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞ કરી ભક્તિસભર વાતાવરણ માં યોજાયો હતો.હાલોલ નગરના કંજરી રોડ ચાર રસ્તા પાસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ની સામે આથી બાર વર્ષ પહેલા ગણેશ ભક્તો દવારા શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ની સ્થાન કરવામાં આવી હતી.જેને લઇ મંદિર ટ્રસ્ટ ધ્વારા પ્રતિ વર્ષે આ શુભદિને મંદિરના પાટઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત શ્રી રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશનરદાસજી મહારાજ ની પ્રેરણા અને તેમના આશીર્વાદ થી તા.16 થી 18 જૂન દરમ્યાન ત્રણ દિવસ ભક્તિમય વાતાવરણમાં માં 12 મો પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મંગળવાર ના રોજ રાત્રે 9.00 કલાકે સુંદરકાંડ નો પાઠ બુધવાર ના રોજ રાત્રે 9.00 કલાકે કમલેશ બારોટ, સચિન બારોટ, મનીષાબેન પઘાડી અને હાસ્ય કલાકાર નરેન્દ્ર સોલાંકી દ્વારા લોકડાયરો યોજાયો હતો.તેમજ ગુરુવાર ના રોજ સવારે 6.00 કલાકે અભિષેક ત્યારબાદ 8.00 કલાકે કમલેશભાઈ શાસ્ત્રી તેમજ અન્ય બાર ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞ નો પ્રારંભ થયો હતો.જેના પાંચ દંપતી એ યજ્ઞ કુંડમાં આહુતિ આપવામાં આવી હતી.જે સાંજે 5.00 કલાકે શસ્તોક્ત વિધિવત હવન કુંડમાં શ્રીફળ ફોમી યજ્ઞ નું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલા સંતો મહંતો દ્વવારા સંતવાણી તેમજ આશીર્વચન ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદી (ભંડારા ) નું આયોજન શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હજારો ગણેશ ભકતો એ મહાપ્રસાદનો લાભ લીધો હતો.










