વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા ૦૨ શહેરની અંદાજીત ૫.૨૯ લાખની વસ્તીને લાભ મળશે

તા.18/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા ૦૨ શહેરની અંદાજીત ૫.૨૯ લાખની વસ્તીને લાભ મળશે, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત નવનિર્મિત પાણી પુરવઠા લાઈનના સંપ અને ફિલ્ટર હાઉસની મુલાકાત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા સહિતના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા નાયબ મુખ્ય દંડક અને મહાનુભાવોએ આધુનિક પંપ હાઉસ, ફિલ્ટર પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ એરિયાની રૂબરૂ મુલાકાત કરી પ્રગતિ હેઠળ રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે જરૂરી સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વઢવાણ, ચુડા, સાયલા, ચોટીલા અને થાન તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ આધારિત નર્મદાના પીવાના પાણીની યોજનાના મુખ્ય સ્ટોરેજ એવા આ સંપની મુલાકાત દરમિયાન વિવિધ ટેકનિકલ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ આધારિત ‘રીમોડેલીંગ ઓફ ફેઇઝ-૨, પાર્ટ-એ., એસ.-૨, એસ.-૩ જૂથ પાણી પુરવઠા યોજના’ (પેકેજ-૧) ની આ મહત્વકાંક્ષી કામગીરી અંદાજીત રૂ. ૧૧૬.૪૧ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે આ ઉપરાંત, ધોળીધજા ડેમ આધારિત ફેઈઝ-૨ તથા એસ-૨ અને એસ-૩ (વડોદ અને ચોકડી ઝોન) જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મુખ્ય પાઈપલાઈન તેમજ આનુષાંગીક ઘટકોનું નવીનીકરણ કરવાની કામગીરી પણ અંદાજીત રૂ. ૧૦૩.૪ કરોડના ખર્ચે પ્રગતિમાં છે આમ, ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટ અને ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતા આ સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૨૨૫ ગામડાઓ અને ૨ શહેરોની અંદાજીત ૫.૨૯ લાખથી વધુની જનમેદનીને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે.




