
નર્મદા : TET પરીક્ષામાંથી મુક્તિ માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણા, કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું
૨૦૧૦ પહેલા ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશનો વિરોધ
રાજપીપળા : જુનેદ ખત્રી
સમગ્ર દેશમાં શિક્ષકો આંદોલનના માર્ગે આગળ વધી રહ્યાં છે આ વખતે મુદ્દો TET નો છે રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લાના શિક્ષકોએ રાજપીપળા કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા અને આવેદન આપ્યું હતું આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજપીપળા ખાતે ધરણા કરી કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું
આવેદનમાં જણાવ્યું છે કે અમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમ, ૨૦૦૯ના અમલીકરણ પહેલાં નિયુક્ત કરાયેલા સેવામાં રહેલા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (TET)ની લાગુ પાડવા સંબંધિત તાજેતરના સુપિ્રમ કોર્ટના ચૂકાદા તરફ તમારૂં ધ્યાન દોરવા માંગીએ છીએ.
દેશભરના લાખો શિક્ષકોમાં ગંભીર ચિંતા, વ્યથા અને અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. તેનું મુખ્ય કારણ 23 ઓગસ્ટ 2010ના રોજ રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા જાહેર કરવામાં આવેલી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સંબંધિત અધિસૂચના તથા તેના! સંદર્ભમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તા. 29 મે 2026ના રોજ આપવામાં આવેલા ચૂકાદાથી! ઊભી થયેલી પરિસિ્થતિઓ છે, જેના પરિણામે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતો! અને ભવિષ્ય પર પ્રતિફળ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીય કાનૂની તથા વહીવટી વ્યવસ્થાનો સ્થાપિત સિદ્ધાંત છે કે કોઈપણ નિયમ, અધિસૂચના અથવા સામાન્ય રીતે તેની અમલની તારીખથી જ અસરકારક બને છે. અગાઉ કાયદેસર રીતે થયેલી નિમણુંકો તથા પ્રાપ્ત થયેલા સેવા અધિકારો પર પછીથી નક્કી કરવામાં આવેલા પાત્રતાના ધોરણો લાગુ કરવાનું કુદરતી ન્યાય, સમાનતા તથા કાનૂની નિશિ્ચતતા (Legal Certainty)ના સિદ્ધાંતોને અનુરૂપ માનવામાં આવતું નથી.
શિક્ષકો આ આદેશને રદ કરી ૨૦૧૦ પેહલા ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરી હતી વધુમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે ૨૦૧૦ પેહલા ભરતી થઈ ત્યારે દરેક શિક્ષક પૂરતી કોલિફિકેશન સાથે નોકરીમાં જોડાયા છે ત્યારે વળી ફરીથી પરીક્ષા લેવી યોગ્ય નથી આમાં બંધારણ ૧૬ નું ઉલ્લંઘન થઈ રહ્યું હોય એમ લાગે છે ઉપરાંત સરકારને વિનંતી કરી હતી કે અગામી ચોમાસુ સત્રમાં આ બાબતે યોગ્ય કાયદો બનાવી પસાર કરી શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી હતી…




