DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ગુજરાત સરકારની ‘વિદેશ અભ્યાસ લોન સહાય યોજના’ થકી સુરેન્દ્રનગરના તેજસ્વી તારલાઓના વિદેશ ભણવાના સપના થયા સાકાર

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ યોજના હેઠળ થાનગઢના અક્ષયકુમાર અને ધ્રાંગધ્રાના ઋત્વિક સોલંકીને મળી રૂ. ૧૫-૧૫ લાખની લોન સહાય

તા.19/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ યોજના હેઠળ થાનગઢના અક્ષયકુમાર અને ધ્રાંગધ્રાના ઋત્વિક સોલંકીને મળી રૂ. ૧૫-૧૫ લાખની લોન સહાય, શિક્ષણ એ પ્રગતિની ચાવી છે અને જ્યારે આ શિક્ષણ વૈશ્વિક સ્તરે મેળવવાની વાત આવે ત્યારે આર્થિક મર્યાદાઓ ક્યારેય આડે ન આવવી જોઈએ ગુજરાત સરકાર આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે રાજ્યના છેવાડાના અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ પણ વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વંચિત અને અનુસૂચિત જાતિના હોનહાર વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય પૂરી પાડીને તેમના વૈશ્વિક સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનું ભગીરથ કાર્ય કર્યું છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના’ આજે અનેક મધ્યમવર્ગીય અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ કરી રહી છે આ યોજનાના પરિણામે યુવાનો પોતાની આર્થિક મર્યાદાઓને ઓળંગીને વૈશ્વિક ફલક પર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે આ યોજનાનો લાભ મેળવીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના અને ધ્રાંગધ્રાના તેજસ્વી યુવાનોએ પોતાના વિદેશ ભણવાના સપનાને વાસ્તવિકતામાં બદલ્યું છે થાનગઢના વતની સોલંકી અક્ષયકુમાર ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ તબીબી ક્ષેત્રે આગળ વધવા માંગતા હતા ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ સહાય યોજના અંતર્ગત તેમને રૂ. ૧૫ લાખની માતબર સહાય પ્રાપ્ત થઈ છે જેના કારણે આજે તેઓ કઝાકિસ્તાનની ‘વેસ્ટ કઝાકિસ્તાન મારેત ઓસ્પાનોવ મેડિકલ યુનિવર્સિટી’ (West Kazakhstan Marat Ospanov Medical University) ખાતે તબીબી શિક્ષણ મેળવી રહ્યા છે અક્ષતકુમારે ભાવુક થઈને જણાવ્યું કે સરકારની આ આર્થિક સહાયથી જ મારું વિદેશ ભણવાનું સપનું સાકાર થયું છે જે બદલ હું ગુજરાત સરકારનો દિલથી આભાર માનું છું આ જ રીતે ધ્રાંગધ્રાના અન્ય એક યુવાન ઋત્વિક સોલંકી પણ આ યોજના થકી સાત સમંદર પાર અમેરિકામાં શિક્ષણ મેળવી રહ્યા છે રુદ્ર સોલંકીને પણ આ જ યોજના અંતર્ગત રૂ. ૧૫ લાખની લોન સહાય મંજૂર કરવામાં આવી છે હાલમાં તેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત ‘પેન સ્ટેટ યુનિવર્સિટી’ (Penn State University)માં અભ્યાસ કરી રહ્યા છે રુદ્રએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓના કારણે જે સપનું અશક્ય લાગતું હતું તેને ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજનાએ શક્ય બનાવ્યું છે આ પ્રોત્સાહનને લીધે તેઓ આજે કોઈ પણ માનસિક તણાવ વગર પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા છે વંચિત ઉત્કર્ષ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરતી ગુજરાત સરકારની આ યોજના યુવાનોના આત્મવિશ્વાસને નવું બળ પૂરું પાડે છે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો સુલભ બનાવી રહી છે જેથી કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થી નાણાંના અભાવે પ્રગતિથી વંચિત ન રહી જાય સરકારની આ કલ્યાણકારી નીતિઓના કારણે દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગોના ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ શિષ્યવૃત્તિઓ, વિદેશ લોન અને કલ્યાણકારી યોજનાઓ આજે છેવાડાના માનવી સુધી સફળતાપૂર્વક પહોંચી રહી છે સુરેન્દ્રનગરના આ બંને નવયુવાનોની સફળતા એ વાતની સાબિતી છે કે યોગ્ય તક અને સરકારી પીઠબળ મળતાં જ વંચિત સમાજના યુવાનો પણ વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે આમ મુખ્યમંત્રીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત ‘નવા ભારતના નિર્માણ’માં પોતાના યુવાનોને વૈશ્વિક કક્ષાએ સક્ષમ બનાવીને મોખરાનું યોગદાન આપી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!