MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના લજાઈ ગામે કરુણાંતિકા: વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટ લાગતા મોત

 

TANKARA:ટંકારાના લજાઈ ગામે કરુણાંતિકા: વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટ લાગતા મોત

 

 

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વાડીમાં ઓરડી પાસે રમી રહેલા એક ત્રણ વર્ષના માસૂમ બાળકને અચાનક જોરદાર વીજ કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના ડોલરીયા ગામના વતની મુકેશભાઈ વસનાભાઈ માવી હાલ ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલી પ્રાણજીવનભાઈ રામજીભાઈ ચારોલાની વાડીમાં રહીને મજૂરી કામ કરે છે. તેમનો ત્રણ વર્ષનો દીકરો રાજવીર વાડીમાં આવેલી ઓરડી નજીક રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે કોઈ લાઈવ વીજ વાયર અથવા ઉપકરણના સંપર્કમાં આવી જતા તેને જોરદાર વીજ શોક લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે માસૂમ રાજવીરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકાળે મોતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતક બાળકના પિતા મુકેશભાઈ માવી પાસેથી જરૂરી વિગતો મેળવીને હાલ અકસ્માતે મોત (અ.મોત)નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!