MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકનેર નજીક SMCની રેડ: વાઘાસિયા ટોલ પ્લાઝા પાસેથી રૂ. ૫૫.૭૪ લાખના વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સ ઝડપાયો

 

WAKANER:વાંકનેર નજીક SMCની રેડ: વાઘાસિયા ટોલ પ્લાઝા પાસેથી રૂ. ૫૫.૭૪ લાખના વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક  શખ્સ ઝડપાયો

 

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોરબી જિલ્લાના વાંકનેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નેશનલ હાઈવે નંબર ૨૭ પર વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગાયત્રી ચેમ્બરની સામેથી એસએમસીની ટીમે વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. ૮૦,૮૬,૦૯૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, એસએમસીની ટીમે બાતમીના આધારે વાઘાસિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૮,૯૧૨ બોટલો મળી આવી હતી. પોલીસ મિશ્રણે જપ્ત કરેલા આ દારૂના જથ્થાની કિંમત રૂ. ૫૫,૭૪,૫૨૮ આંકવામાં આવી છે.

 

પોલીસે દરોડા દરમિયાન  મુદ્દામાલ કબજે કર્યો છે:વિદેશી દારૂ: રૂ. ૫૫,૭૪,૫૨૮ (૨૮,૯૧૨ બોટલ)આઈસર કન્ટેનર: રૂ. ૨૫,૦૦,૦૦૦ મોબાઈલ ફોન: રૂ. ૧૦,૫૦૦ (૩ નંગ) રોકડ રકમ: રૂ. ૧,૦૭૦ કુલ મુદ્દામાલ: રૂ. ૮૦,૮૬,૦૯૮

રાજસ્થાનનો ચાલક ઝડપાયો, મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૂ પોલીસે ઘટનાસ્થળેથી કન્ટેનર ચલાવતા આરોપી અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, રાજસ્થાન) ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સીકરના રહેવાસી મનીષ શર્માએ મોકલ્યો હતો અને મોરબીના એક સ્થાનિક બુટલેગરે (રીસીવર) આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર બંને શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ વાંકનેર સિટી પોલીસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!