KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ: વેજલપુર પંચાયત સભ્ય નિશાંત શાહ પર હુમલો, વિવેકાનંદ સોસાયટીના ઈસમ સામે સામી ફરિયાદ.

 

તારીખ ૧૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર ગામે સુરેલી સર્કલ પાસે જૂની અદાવત અને અરજીની અદાવત રાખી ગ્રામ પંચાયતના સભ્ય પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામી ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, વેજલપુર ખાતે રહેતા અને વેજલપુર ગ્રામ પંચાયતના સભ્ય નિશાંતકુમાર સંજયકુમાર શાહ (ઉં.વ. ૩૭) ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં વેજલપુર સુરેલી સર્કલ પાસે ઉભા હતા. તે દરમિયાન વેજલપુરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતો ગૌતમભાઈ હરીકિશન સેવાની મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો હતો.ગૌતમે નિશાંતકુમારને જોઈને ઉશ્કેરાઈ જઈ “તુ ગામમાં દાદા થઈ ગયેલ છે” તેમ કહી મા-બેન સમી ભૂંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. વધુમાં, તેણે અગાઉ તેની વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી બાબતે સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. જો કે, નિશાંતકુમારે સમાધાન કરવાની ના પાડતા ગૌતમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નિશાંતકુમારના શર્ટનો કોલર પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.વચ્ચે પડેલા મિત્રએ છોડાવ્યા, જાનથી મારવાની ધમકી આપી આ ઝઘડો જોઈ સાથે ઉભેલા હારુનભાઈ નામના વ્યક્તિએ વચ્ચે પડીને નિશાંતકુમારને વધુ માર ખાવામાંથી છોડાવ્યા હતા. માર માર્યા બાદ આરોપી ગૌતમ સેવાનીએ “આજે તો તને જવા દઉં છું, પરંતુ ફરીવાર જો એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી અને ગાળો બોલતો-બોલતો મોટરસાયકલ પર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બનાવ બાદ બંને પક્ષો વચ્ચે અંદરોઅંદર સમાધાનની વાતચીતો ચાલતી હોવાથી તાત્કાલિક ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ લાંબી ચર્ચા બાદ પણ કોઈ સમાધાન ન આવતા આખરે નિશાંતકુમાર શાહે ગઈકાલ તારીખ ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. જોકે ગૌતમ સેવાની દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ખરાબ શબ્દો કહેવા બદલ નિશાંત શાહ સામે ચાર દિવસ પહેલા જ ફરિયાદ નોંધાવી છે જે બાદ ગ્રામ પંચાયત સભ્યે સામી ફરિયાદ નોંધાવી છે.વેજલપુર પોલીસ મથકના પોલીસ દ્વારા નિશાંતકુમાર શાહની ફરિયાદના આધારે આરોપી ગૌતમભાઈ હરીકિશન સેવાની વિરૂદ્ધ ગુનો નોંધી ગુનાની આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હવે સામી ફરિયાદો નોંધાતા પોલીસે કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે.

Back to top button
error: Content is protected !!