KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે અલાલી ગામની સીમમાંથી ત્રણ લાખ ઉપરાંતનો બિયરનો જથ્થો ઝડપી પાડયો.

 

તારીખ ૧૯/૦૬/૨૦૨૬

 

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે અલાલી ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડીને એક ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવી રાખેલો વિદેશી બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે બિયરના ટીન અને ટ્રેક્ટર-ટ્રોલી મળીને કુલ રૂપિયા ૬,૭૪,૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ પાંચ દિવસ પહેલા જ આ બુટલેગર નો દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો જે બાદ વેજલપુર પોલીસની કાર્યવાહીમાં મોટો જથ્થો મળી આવ્યો છે.પંચમહાલ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયાને એક ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી. કે, અલાલી ગામના મંદિર ફળિયામાં રહેતો કલ્પેશ ઉર્ફે ચડો છત્રસિંહ પરમાર નામનો શખ્સ અલાલી ગામની સીમમાં આવેલા વિક્રમભાઈ ઉર્ફે કાળુભાઈ અમરસિંહ પરમારના ગાય-ઘોડાના તબેલા પાસેના ખેતરમાં એક ટ્રેક્ટરની ટ્રોલીમાં કાળા કલરની તાડપત્રી ઢાંકીને વિદેશી દારૂ/બિયરનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ વેજલપુર પોલીસની ટીમે તાકીદે સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ‘માઉન્ટ ૬૦૦૦ ટીન બિયર’ ના કુલ ૧,૨૨૪ નંગ (૫૧ પેટીઓ) મળી આવ્યા હતા. ત્યારે બિયરના જથ્થાની કિંમત: રૂ. ૩,૨૪,૩૬૦/-ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત: રૂ. ૩,૫૦,૦૦૦/- કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૬,૭૪,૩૬૦/- મળી આવ્યો છે.આ મામલે પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફે ચડો છત્રસિંહ પરમાર (રહે. અલાલી મંદિર ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ) અને ૬5(ઇ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!