SUREDRANAGAR સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ટીમનો મોટો સપાટો: ₹૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત




SUREDRANAGAR સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ટીમનો મોટો સપાટો: ₹૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત


રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાંથી ચાલતી કરોડો રૂપિયાની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી પાડી છે. પોલીસે ઘટનાસ્થળેથી ૩ હિટાચી મશીન અને ૪ ડમ્પર સહિત કુલ રૂ. ૨,૫૦,૦૦,૦૦૦ (અઢી કરોડ) નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી રેન્જ ટીમનું એક્શન
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ, PSI શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા અને સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારોના આધારે વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું.

ચોક્કસ હકીકત મળતા જ PSI શ્રી બી.સી. મીયાત્રા અને તેમની ટીમ (ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર, અતુલભાઈ ડાભી અને ડ્રાઈવર ગોવિંદભાઈ ધાંધળ) એ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યા પર દરોડો પાડ્યો હતો. જ્યાં કસૂરવાર ગભરુ મોગલ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી.
જપ્ત કરાયેલ કરોડોનો મુદ્દામાલ:૩ હિટાચી મશીન: કુલ કિંમત રૂ. ૧,૫૦,૦૦,૦૦૦/-૪ ડમ્પર: કુલ કિંમત રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/-
ડમ્પરોની વિગત GJ-13 AX-9745 (ખાલી): ડ્રાઈવર – જસવંતભાઈ કાળુભાઈ કાંજીયા, માલિક – અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ.GJ-13 AX-9385 (ખાલી): ડ્રાઈવર – હાર્દિકભાઈ કાળુભાઈ કાંજીયા, માલિક – અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ.GJ-13 AX-8308 (ખાલી): ડ્રાઈવર હાજર મળી આવેલ ન હતો.DD-1-X-9356 (કપચી ભરેલું): રોડ પરથી ઝડપાયેલું. ડ્રાઈવર – પિન્ટુ લક્ષ્મણભાઈ નાયકા, માલિક – જીગરભાઈ ભૂપતભાઈ ખેર.
રાજકોટ રેન્જની ટીમે કુલ ₹૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરીને ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવ્યો હતો. આ સાથે જ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આ અંગે વાકેફ કરી, આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા માટે કસૂરવારો તથા તમામ મુદ્દામાલ તેમને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




