MORBI:શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬: મોરબી જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વર્ચ્યુઅલી સહભાગી થયું




શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક/કાર્યક્રમમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા

વર્ચ્યુઅલી બેઠક બાદ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની સુચારુ ઉજવણી માટે અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે અંતર્ગત ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
રાજ્ય કક્ષાની આ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ, મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવન જિલ્લાના આયોજન અંગે ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર અને સો ટકા નામાંકન સાથે સફળ બને તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વર્ચ્યુઅલ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નમ્રતા મહેતા, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જલ્પા ત્રિવેદી, સહાયક માહિતી નિયામકશ્રી પારુલ આડેસરા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




