MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફૂડ શાખા દ્વારા: ૨૦ ફરસાણની પેઢીઓમાં ચેકિંગ, અખાદ્ય તેલ અને કલરનો નાશ કરાયો!

 

MORBI:મોરબીમાં ફૂડ શાખા દ્વારા: ૨૦ ફરસાણની પેઢીઓમાં ચેકિંગ, અખાદ્ય તેલ અને કલરનો નાશ કરાયો!

 

મોરબીમાં ફૂડ શાખાનું કડક ચેકિંગ: ૨૫ TPCથી વધુ કાઉન્ટ વાળું તેલ, અખાદ્ય ચટણી અને ન્યૂઝ પેપરના જથ્થાનો નાશ કરાયો

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. ફૂડ શાખાની ટીમ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણી તથા ફરસાણની પેઢીઓમાં આકસ્મિક નિરીક્ષણ કરી સ્થળ પર જ તપાસની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન અખાદ્ય સામગ્રીનો મોટા પાયે નાશ કરીને વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે.

ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા મોરબીના પોશ ગણાતા રવાપર રોડ પર આવેલી ફરસાણની ૨૦ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફરસાણ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની TPC Machine (ટોટલ પોલર કમ્પાઉન્ડ) દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. નિયમ અનુસાર જેમાં તેલના નમૂનામાં ૨૫ TPC કાઉન્ટથી વધુ સ્તર જોવા મળ્યું હતું, તે તમામ અરોગ્યપ્રદ અને જોખમી તેલનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ફરસાણ પેક કરવા કે તેલ નિતારવા માટે પ્રતિબંધિત છાપેલા ન્યૂઝ પેપરનો ઉપયોગ કરતી પેઢીઓ સામે પણ પગલાં લેવાયા હતા. અલગ-અલગ ફરસાણની પેઢીઓમાંથી આશરે ૫ કિલો જેટલો ન્યૂઝ પેપરનો જથ્થો ફૂડ શાખા દ્વારા જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

નાસ્તા હાઉસ અને ચાઈનીઝ સેન્ટરોમાં પણ તવાઈ આ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત અન્ય ખાણી-પીણીના સ્ટોલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં:લાઈટ નાસ્તા હાઉસ: માંથી આશરે ૨ કિલો જેટલી અખાદ્ય ચટણીનો નાશ કરાયો હતો.નેપોપ ચાઈનીઝ: માંથી આશરે ૫ કિલો અખાદ્ય ચટણી તેમજ આરોગ્ય માટે હાનિકારક એવા ફૂડ કલરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તમામ ખાણી-પીણી અને ફરસાણના વેપારીઓને સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે જરાય બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. આગામી દિવસોમાં આ ચેકિંગની કામગીરી વધુ કડક અને વ્યાપક સ્તરે ચાલુ રાખવામાં આવશે, અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.

Back to top button
error: Content is protected !!