
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શ્રીજી બાપા નર્સિંગ કોલેજ-મેઘરજ તાલુકા-મેઘરજ ખાતેવિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરાઇ.જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ એચ. પરમારના માર્ગદર્શન અને એપેડેમિક મેડીકલ ઓફિસરની રાહબળી હેઠળ અરવલ્લી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા અને મેઘરજ તાલુકામાં તા-૧૯/૦૬/૨૦૨૬ ના રોજ “આવો અભિગમ બદલીએ, આવો સિકલસેલને દૂર કરીએ”, “Closing the Survival Gap: Equity in Sickle Cell Disease.” ની થીમ સાથે “વિશ્વ સિકલસેલ દીવસની” ઉજવણી જન-જાગૃતિ સંદેશ સાથે જીલ્લા કક્ષાનો પ્રોગ્રામ મેઘરજ તાલુકાના શ્રીજી બાપા નર્સિંગ કોલેજ-મેઘરજ ખાતે કરવામાં આવ્યો.
ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા અને શામળાજી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.વિમલ ખરાડી અને મેઘરજ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.એ.બલાતએ સંયુક્ત ટીમ બનાવી ત્રણેય તાલુકામાં કુલ ૧૯ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) અને ૧૨૧ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે કુલ ૨૬૨ સિકલસેલ ડીસીસ દર્દીઓનું મેડીકલ ઓફિસરઓ દ્વારા મેડીકલ ચેકઅપ કરી અને જરૂરી લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યા.
અરવલ્લી જીલ્લાના મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સા.આ.કેન્દ્ર અને તાલુકાની આશ્રમ શાળાના સહયોગથી કુલ..૧૫૨૦……ની સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓને સિકલ સેલ રોગના લક્ષણો, નિવારણ અને ઉપલબ્ધ સારવારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલસેલ એનિમિયાના કેસોને ઓળખવા માટે એક સ્ક્રીનીંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો, જે વહેલી તપાસ અને યોગ્ય તબીબી સારવારને પ્રોત્સાહન આપે છે. આ રોગ વિશે જાગૃતિ લાવવા અને શીખવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા વિદ્યાર્થીઓએ ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો.આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, અરવલ્લી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી સિકલસેલ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. જેમાં મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકાના સિકલસેલ એનિમિયાના કંટ્રોલ પ્રોગ્રામના કાઉન્સેલરઓ તથા મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકાના તમામ આરોગ્યનો સ્ટાફ અને એસબીસીસી ટીમ હાજર રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.





