DAHODJHALOD

ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં દિલ્હી -મુંબઈ નેશનલ કોરિડોર નજીકના 14 ગામો ચોમાસામાં મુશ્કેલીમાં ઘર ખેતરમાં પાણી ભરાયા 

તા.૧૯.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં દિલ્હી -મુંબઈ નેશનલ કોરિડોર નજીકના 14 ગામો ચોમાસામાં મુશ્કેલીમાં ઘર ખેતરમાં પાણી ભરાયા

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર નજીક આવેલા 14 જેટલા ગામોના ગ્રામજનો ચોમાસાની શરૂઆત સાથે જ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે.પ્રથમ વરસાદ પડતાં જ વસ્તી-મીરાખેડી ગામ વિસ્તારમાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે ગામમાં આવવા-જવાના રસ્તાઓ અવરોધિત બન્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ગ્રામજનોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી, સંબંધિત તંત્ર અને દિલ્હી-મુંબઈ હાઈવેના કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે વરસાદી સિઝનમાં લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે પ્રથમ જ વરસાદમાં ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા હિટાચી મશીનની મદદથી કામચલાઉ ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે પાણીનો ભરાવો ઓછો કરવામાં આવ્યો હતો.ગ્રામજનોએ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ ઉઠાવી છે

Back to top button
error: Content is protected !!