MORBIMORBI CITY / TALUKO

MORBI:અયોધ્યા રામ જન્મભૂમિના ચંદામાં ગેરરીતિના આક્ષેપ સાથે મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

 

MORBI:અયોધ્યા રામ જન્મભૂમિના ચંદામાં ગેરરીતિના આક્ષેપ સાથે મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

 

 

મોરબી, ૧૯ જૂન ૨૦૨૬: અયોધ્યા (ઉત્તર પ્રદેશ) ખાતે નિર્માણ પામી રહેલા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાન અને ચંદાની રકમમાં મોટા પાયે ચોરી અને બિનહિસાબી હેરાફેરી થઈ હોવાના આક્ષેપો સાથે આજે મોરબીમાં ભારે ચર્ચા જાગી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ અજય કુમાર વસંતલાલ ઝાલાિરયા દ્વારા આ ગંભીર બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારતીય ટેલિવિઝન મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા મળતી માહિતી મુજબ, દેશ-વિદેશના અસંખ્ય શ્રદ્ધાળુઓ અને ભક્તોએ પોતાની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિર નિર્માણ માટે લાખો અને કરોડો રૂપિયાનું પવિત્ર દાન અર્પણ કર્યું છે. આ દાનની રકમમાં ચોરો દ્વારા ઉચાપત અને નાણાકીય ગમન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વિવિધ રાષ્ટ્રીય સંગઠનોના સદસ્યો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.

હિન્દુ મહાસભા દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ગંભીર મામલાની યોગ્ય સરકારી ધારાધોરણો અંતર્ગત સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ (કેન્દ્રીય તપાસ સંસ્થાઓ) દ્વારા સ્થાનિક ગ્રામ્ય પોલીસના સહયોગમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી અને ઊંડાણપૂર્વકની તપાસ (ઇન્કવાયરી) કરવામાં આવે. આ સાથે જ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.

આ આવેદનપત્રની નકલ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી (ઇ-તપાલ નંબર ૪૦૨૫૫૬) ખાતે સ્વીકારવામાં આવી છે. આ ઉપરાંત આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તેની નકલો દેશના માનનીય રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ પ્રતિ લિપિ તરીકે મોકલવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ ધાર્મિક કે પવિત્ર તીર્થ સ્થળો પર આવી ગેરરીતિ ફરીવાર ન થાય અને સાર્વજનિક લોકહિતનું રક્ષણ થઈ શકે.

Back to top button
error: Content is protected !!