MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરને આંગણે ભક્તિનો મહોત્સવ: પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવના સાનિધ્યમાં ત્રિ-દિવસીય જૈન ધર્મોત્સવ

 

વાંકાનેર શહેર ને આંગણે પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નીશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘને આંગણે ત્રિ દિવસીય ધર્મોત્સવ કાર્યક્રમ

 

ઘણા વર્ષો બાદ વાંકાનેરમાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પધારેલા પું.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં આગામી ત્રણ દિવસ દાદા ગુરુ શ્રી અજરામરજી સ્વામીના 273 માં જન્મોત્સવ નિમિત્તે એકાસણા, સામાયિક ત્રિરંગી જાપ સકીર્તન અને પ્રભુભક્તિનું આયોજન આગામી તારીખ 22 23 અને 24 જૂન ના રોજ રાખેલ છે જેમાં ભાગ લેવા સૌને હાર્દિક આમંત્રણ છે

આજથી 264 વર્ષ પહેલા માત્ર દસ વર્ષની ઉંમરે ગોંડલ મુકામે જૈન દીક્ષા લઈને સંસ્કૃત પ્રાકૃત શાસ્ત્ર આગમ જ્ઞાન અને આધ્યાત્મિક સાગરના ઊંચા શિખરે પહોંચનાર શ્રી આચાર્યશ્રી અજરામરજી સ્વામી એક મહાપ્રતાપી આચાર્ય તરીકે 25 વર્ષ સુધી ધર્મ પ્રભાવના કરી હતી આજે પણ લીંબડી ગુરુગાદી ધામમાં હજારો ભાવિકો તેમની ઉપાસના કરવા દૂર દૂરથી આવે છે વાંકાનેર શ્રી સંઘમાં તેમના જીવન પ્રસંગો વ્યાખ્યાનમાં રજૂ કરવામાં આવશે ત્રણ દિવસ સુધી ધર્મ આરાધના સાથે ઉજવણી થશે જેમાં સૌ ભાવિકો જોડાશે એવું સંઘપ્રમુખ શ્રીઅનંતરાય(અનુકાકા)ભગવાનજી મહેતાએ જણાવેલ છે

Back to top button
error: Content is protected !!