SAGBARA

દેવમોગરા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરાયો યોગાભ્યાસ,

દેવમોગરા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરાયો યોગાભ્યાસ,

વાતાલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા. ૧૬ જૂન, ૨૦૨૬થી યોગ તાલીમ શિબિરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભગારૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આયોજિત શિબિરોમાં યોગ સાધકો દ્વારા નિઃશુલ્ક યોગાભ્યાસ તથા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

 

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ સાગબારા તાલુકાના પવિત્ર ધામ દેવમોગરા યાહા મોગી માતાના મંદિર પરિસરમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

 

યોગ સાધકો દ્વારા ઉપસ્થિતોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિયમિત યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત શરીર, એકાગ્ર મન અને સંતુલિત જીવનશૈલી પ્રાપ્ત કરી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી.

 

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યોગને જનજન સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આ

વ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!