રાજ્યની જેલોમાં પણ યોગ દિવસની ઉજવણી – મહેશ દવે નિવૃત્ત જેલર

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આજે ૨૧ મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, યોગ, સંયોગ, સહયોગ, પ્રયોગ, મહા અભિયોગ સંજોગ, ઉપયોગ, સદઉપયોગ, દુરુપયોગ, યોગાનુયોગ આ બધા શબ્દો સાથે યોગ શબ્દ જોડાયેલા છે. એટલે એના ઉપરથી યોગી, સંયોગી, સહયોગી, પ્રાયોગિક ઉપયોગી આ બધા શબ્દો આપણી સંસ્કૃતિ શાસ્ત્રો અને ઋષિમુનિઓ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. વરસો પૂર્વે કે યુગો પહેલા આપણા ઋષિ મુનિઓ પર્વતની ગુફાઓ કે જંગલોમાં રહી વરસો સુધી એક આસને બેસી માત્ર કંદમૂળ અને ફળનો આહાર કરી ધ્યાનયોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરતા એનો ઇતિહાસ સાક્ષી છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત આહાર વિહાર અને જીવનશૈલી મહત્વની છે. તેવી જ રીતે મનની શાંતિ માટે ધ્યાન અને યોગ જરૂરી છે. પણ યોગાસનો શરીર અને મન બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ યોગની પ્રક્રિયાને જંગલ પહાડો ગુફાઓમાંથી આપણા મેદાન સુધી અને સામાન્ય લોકો સુધી સુધી લઇ આવવાનું કામ આપણા યોગગુરું રામદેવજી મહારાજ અને રવિશંકર મહારાજ જેવા અનેક યોગ ગુરુઓએ કર્યું છે. મેદાનમાંથી ઘર ઘર દરેક શાળા અને બાગ બગીચાઓમાં અને દેશ વિદેશમાં પહોચાડવાનું મહાનકાર્ય આપણા માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે માન્યતા અપાવવાનું ભગીરથ કાર્ય મોદી સાહેબે કર્યું છે. આ કામ સ્વાસ્થ્ય વિષયક છે સ્વાસ્થ્ય બધા માટે જરૂરી છે એટલે ત]મામ રાજકીય પક્ષોનું પણ સમર્થન છે, એટલે આજે સમગ્ર દેશમાં યોગમય વતાવરણ બની જાય છે. મારે આજે ખાસ વાત કરવી છે કે દર વરસે ૨૧ મી જુન “વિશ્વ યોગાદિવસ” ના રોજ સરકારશ્રીના આદેશ અને ઈચ્છાને ધ્યાને લઈને રાજ્યની જેલોમાં પણ સામુહિક યોગાસનોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેલોમાં દર વરસે કોઈ નાતજાતના ભેદભાવ વિના તમામ પુરુષ અને મહિલા કેદીઓ યોગમાં ભાગ લેતા હોય છે. સમસ્ત જેલ સ્ટાફ અધિકારી કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે. રાજ્યની જેલોમાં માત્ર ૨૧ મી જુન વિશ્વયોગ દિવસ જ નહી પણ અવિરતપણે બહારની સંસ્થાઓમાંથી યોગ શિક્ષકોને આમંત્રણ આપી બોલાવીને સમયાંતરે યોગના વર્ગો ચાલતા હોય છે, જેથી કેદીઓ જેલમાં માનસિક તનાવથી મુક્ત રહી શકે અને શારીરિક સ્વસ્થ રહી શકે જેના કારણે જેલમાં પણ શિસ્ત અને સુલેહ શાંતિ જળવાઈ રહે છે. અત્રે ઉલ્લેખનીય ભારતના પ્રથમ મહિલા આઈપીએસ સુશ્રી કીરણ બેદીને જયારે દિલ્હી તિહાડ જેલના વડા તરીકે નિયુક્ત કરવામાં આવેલ ત્યારે સૌ પ્રથમ પ્રયોગ રૂપે દિલ્હીની જેલમાં વિપશ્યના સાધના શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં હજાર જેટલા કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો, અને ખુબ સુંદર પરિણામ મળતા સમગ્ર ભારતની જેલોમાં આ પ્રયોગો શરુ કરવામાં આવેલ હતા. ગુજરાતની જેલોમાં સૌ પ્રથમ વડોદરા મધ્યસ્થ જેલમાં વિપશ્યના સાધના શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રયોગો સફળ થતા અવાર નવાર આયોજન કરવામાં આવે છે. જેનાથી કેદીઓ માનસિક તનાવ થી મુક્ત રહી શકે છે અને ફળદાયી પરિણામો મળ્યા છે આમ યોગ સાધના કોઈનો ઈજારો નથી કોઈ પણ વ્યક્તિ નાત જાતના કે ગરીબ અમીરના અને ભણેલા કે અભણ કે મહિલા કે પુરુષના ભેદભાવ વિના બધા ભાગ લઇ લાભ લઇ શકે છે.પરંતુ એક વાત ખાસ કરવી છે. આ ૨૧ મી જુનના દિવસે આપણા યોગ ઘણીવાર સ્મશાન વૈરાગ્ય જેવા બની જાય છે આ યોગા ઘણા લોકો કાયમી ધોરણે નિયમિત નીતિ નિયમો સાથે પણ કરે છે પણ મોટા ભાગના લોકો 21 મી જુન એક દિવસ યોગા કરી ફોટા પડાવી પછી ફરી આગામી વરસે ૨૧ જુન ૨૦૨૭ સુધી દેખાય નહી એટલે ફક્ત એક દિવસ યોગાસનો કરવાથી ફાયદો થવાના બદલે નુકશાન થાય છે, એટલે દરેક વ્યક્તિએ ધીર ગંભીર થઈને નિયમિત કસરત વોકિંગ યોગાસનો અને હર્બલ લાઈફ શેક આજીવન લેવું જોઈએ કારણ કે સ્વાસ્થ્યથી મુલ્યવાન જીવનમાં કઈ જ ન હોઈ શકે. માટે આવો સાથે મળીને સંકલ્પ કરીએ કે પરિવાર સાથે આજીવન યોગ તો કરીશું સાથે એકબીજાને સહયોગ કરીશું પોતાની જાતનો બીજા માટે સદુપયોગ કરવો બીજાનો દુરુપયોગ ક્યારેય નહી કરવો ખોટા જોખમી પ્રયોગ કદી નહી કરવા જેથી આપણા ઋષિ મુનીઓની પ્રસન્નતા અને યોગગુરુ પૂજ્ય રામદેવજી મહારાજની મહેનત લેખે લાગે અને પ્રધાન મંત્રીશ્રી માનનીય નરેન્દ્ર સાહેબનું સ્વચ્છ ભારતની જેમ સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવામાં યોગદાન આપીએ.



