SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં યોજાશે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આયોજન

સ્વસ્થ જીવન માટે યોગ' અને 'Yoga for Healthy Ageing' ના સંદેશ સાથે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાગરિકો સામુહિક યોગસાધના કરશે

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સ્વસ્થ જીવન માટે યોગ’ અને ‘Yoga for Healthy Ageing’ ના સંદેશ સાથે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાગરિકો સામુહિક યોગસાધના કરશે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જૂન, ૨૦૨૬ ને રવિવારના રોજ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને “સ્વસ્થ જીવન માટે યોગ” ની મુખ્ય થીમ આધારિત રહેશે જે આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા તેમજ સમગ્ર માનવજાતિના કલ્યાણનો અનોખો સંદેશ આપશે આ ગરિમાપૂર્ણ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશકુમાર રાઠોડ અને માનનીય સાંસદ ચંદુભાઈ શિહોરા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડિયા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય પી.કે. પરમાર, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તેમજ સુરેન્દ્રનગરના ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના અનેક વરિષ્ઠ મહાનુભાવો વિશેષ રૂપે હાજર રહીને કાર્યક્રમની શોભા વધારશે આ સામૂહિક યોગ સાધના કાર્યક્રમમાં જોડાનાર તમામ નાગરિકોને સવારે ખાલી પેટે આવવા માટે જણાવવામાં આવ્યું છે યોગાભ્યાસ સરળતાથી અને સાનુકૂળતાથી થઈ શકે તે માટે દરેક નાગરિકે ખુલ્લા તથા યોગ્ય પોશાક પહેરવાના રહેશે આ પ્રસંગે મહિલાઓને સલવાર- કુર્તાનો ડ્રેસ પહેરવા અને શક્ય હોય ત્યાં સુધી તમામ નાગરિકોને સફેદ વસ્ત્રો ધારણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે સમયપાલન જળવાય તે હેતુથી તમામ યોગ સાધકોને કાર્યક્રમ શરૂ થવાના ૩૦ મિનિટ વહેલા, એટલે કે સવારે ૫:૩૦ વાગ્યે જ નિયત સ્થળ પર પહોંચી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી કરવામાં આવી છે વધુમાં, દરેક નાગરિ કે પોતાના શરીરની ક્ષમતા અને મર્યાદા મુજબ જ યોગ અભ્યાસ કરવાનો રહેશે અને કોઈપણ શારીરિક મુશ્કેલીના સમયે ત્યાં હાજર યોગ નિર્દેશક અથવા સ્વયંસેવકોનો ત્વરિત સંપર્ક સાધવાનો રહેશે આ ભવ્ય સામૂહિક યોગ યજ્ઞમાં સહભાગી થઈને પોતાના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે સુરેન્દ્રનગરના તમામ નગરજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!