MORBI:મોરબી લીલાપર ગામની પાણીની ટાંકી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો




MORBI:મોરબી લીલાપર ગામની પાણીની ટાંકી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે લીલાપર ગામની પાછળ આવેલી પાણીની ટાંકી પાસે જાહેરમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક યુવકને વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન લીલાપર ગામની પાછળ આવેલી પાણીની ટાંકી પાસે જાહેર જગ્યામાં એક ઇસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો નજરે પડ્યો હતો. પોલીસ સ્ટાફે તુરંત સતર્કતા દાખવી તેની નજીક જઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર હાજર યુવક પાસે રહેલા ખાખી કલરના બે પૂંઠાના બોક્સની તલાશી લીધી હતી. આ બોક્સમાંથી વિદેશી દારૂની કુલ ૬૭ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૬,૭૦૦ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પકડાયેલ આરોપી ગૌતમભાઈ નરભેરામભાઈ શેરસિયા લીલાપર, તા.જી. મોરબી તાલુકા પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી ગૌતમભાઈ શેરસિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો છે. આ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


