ARAVALLIMODASA

મોડાસા – ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મોડાસામાં યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મોડાસામાં યોજાયો

આજે વિશ્વભરમાં ઉજવવામાં આવેલા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા/નગરપાલિકા કક્ષાનો એક ભવ્ય કાર્યક્રમ શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી હાઇસ્કૂલ, મોડાસા ખાતે યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માન. નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, માન. તાલુકા પંચાયત ભારતીબેન ખાંટ અને માન. અધ્યક્ષ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મામલતદાર, ચીફ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તથા મોડાસાના અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રીના ઉદ્બોધનને લાઇવ પ્રસારણ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ કુલ ૫૪૫ જેટલા લોકોએ કોમન યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ યોગ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ યોગના મહત્વને પ્રોત્સાહન આપવા તથા સ્વસ્થ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા માટેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યો હતો.

*

Back to top button
error: Content is protected !!