દેવમોગરા જંગલ વિસ્તારમાંથી રૂ. 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,

દેવમોગરા જંગલ વિસ્તારમાંથી રૂ. 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. લટાના નેતૃત્વમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નરેશભાઈ ફુલસિંગભાઈ વસાવા રહે. કાનાપાડા, દેવમોગરા, તા. સાગબારા, જી. નર્મદા દ્વારા ગોડદા ગામથી કાનાપાડા ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણના ઇરાદે સંતાડી રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા આરોપી નરેશભાઈ ફુલસિંગભાઈ વસાવા પોલીસને જોઈને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ROYAL BLUE MALT WHISKY (180 ML) ની 35 પેટીઓ, કુલ 1,680 ક્વાર્ટર બોટલ (302.400 લિટર) કિંમત રૂ. 3,36,000/- નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે સી.આર. નં. 11823021260869/2026 મુજબ ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)(ઈ) તથા 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
.




