NAVSARINAVSARI CITY / TALUKO

રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પારડીની ડો. જિજ્ઞા ગરાસિયાનો ઝળહળતો વિજય,રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સ્ત્રીરોગ નિષ્ણાતોના રાજ્યકક્ષાના સંગઠન SOGOG દ્વારા 50 વર્ષથી ઓછી વયના ગાયનેકોલોજિસ્ટ્સ માટે આયોજિત યોગ સ્પર્ધામાં પારડી સ્થિત નાડકર્ણી હોસ્પિટલની ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાત ડો. જિજ્ઞા ગરાસિયાએ સમગ્ર ગુજરાતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યોગ અને ફિટનેસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના પરિણામે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિએ માત્ર તબીબી ક્ષેત્ર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના ડોક્ટર સમાજમાં આનંદની લાગણી ફેલાવી છે. ડો. જિજ્ઞા ગરાસિયા પોતાના વ્યવસાયિક જીવન ઉપરાંત આરોગ્ય જાગૃતિ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

તેમના પતિ ડો. નીતિન પટેલ સાથે મળીને તેઓ સમાજસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

આ સિદ્ધિ બદલ  સમાજના આગેવાન સર્જન ડો. નિરવ પટેલએ ડો. જિજ્ઞા ગરાસિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે ડો. જિજ્ઞાબેનની ફિટનેસ અને યોગ પ્રત્યેની નિષ્ઠા યુવાનો માટે પ્રેરણારૂપ છે. સાથે જ તેમણે યુવાનોને નિયમિત યોગ અને કસરત અપનાવવા, વ્યસનોથી દૂર રહેવા તેમજ કોલ્ડડ્રિન્ક્સ જેવી હાનિકારક આદતોથી બચીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.

યોગ, ફિટનેસ અને સેવાભાવના સંગમરૂપ ડો. જિજ્ઞા ગરાસિયાની આ સિદ્ધિ સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની છે.

Back to top button
error: Content is protected !!