
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં આયોજિત નેત્ર સેવા યજ્ઞમાં ડૉ.મનોજ પી. ગોંગીવાલા દ્વારા બિસ્કીટ સેવા: બાળકો સહિત અનેક નાગરિકોએ લાભ લીધો

સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવ સેવાના પ્રતીક સમી એક સરાહનીય પ્રવૃત્તિ અંતર્ગત, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લી અને સુવિધા સોસાયટી મા યોજાયેલ ભવ્ય નેત્ર સેવા યજ્ઞમાં સેવાભાવી પ્રો.ડૉ. મનોજ પી ગોંગીવાલા તરફથી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષક શ્રી અમૃતભાઈ બારોટના યોગ્ય માર્ગદર્શન હેઠળ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્ર સેવા યજ્ઞ દરમિયાન ગોંગીવાલા દ્વારા કેમ્પમાં પધારેલા નાના બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ અને નાગરિકો માટે પૌષ્ટિક ગ્લુકોઝ બિસ્કીટ ની સેવા આપવામાં આવી હતી.નેત્ર કેમ્પમાં આંખોની તપાસ અને સારવાર માટે આવેલા અસંખ્ય દર્દીઓ, વડીલો તેમજ તેમની સાથે આવેલા નાના બાળકોએ આ બિસ્કીટ પ્રસાદ અને સેવાનો હોંશે હોંશે લાભ લીધો હતો. તેમનીની આ નિઃસ્વાર્થ ભાવના અને માનવતાવાદી અભિગમને કારણે કેમ્પમાં આવતા લોકોના ચહેરા પર એક ખુશી જોવા મળી હતી.સ્થાનિક અગ્રણીઓ અને કેમ્પના આયોજકોએ તેમની આ નિરંતર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને શ્રી અમૃતભાઈ બારોટનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





