₹2.10 કરોડના સી.સી. રોડથી ચમકશે કાલોલ: નગરના વિકાસકામોને લીલી ઝંડી, સ્થાનિક રહીશોમાં આનંદનો માહોલ.

તારીખ ૨૨/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલોલ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેના અંતર્ગત નગરમાં સી.સી. ટ્રિમિક્સ રોડના અંદાજિત રૂપિયા બે કરોડ દશ લાખ ના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે.આ તમામ વિકાસકામો હાથ ધરવા માટે આશિષ કન્સ્ટ્રક્શન એજન્સી, ગોધરા ની પસંદગી કરવામાં આવી છે અને આ એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ તમામ નિર્ધારિત સ્થળો પર ગ્રાઉન્ડ લેવલની કામગીરી શરૂ કરી દેવામાં આવશે નીચે દર્શાવેલા મહત્વના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે જેમાં એ.એમ.ઉપાધ્યાય હાઉસ થી મહાલક્ષ્મી ચોક સુધી (ન્યુ સી.સી. ટ્રિમિક્સ રોડ) વલ્લભ દ્વાર થી એ.એમ. ઉપાધ્યાય હાઉસ સુધી (ન્યુ સી.સી. ટ્રિમિક્સ રોડ) વૃંદાવન સોસાયટી ઢાળ ઉતરતા થી લઈને ભાગ્યોદય સોસાયટી સુધી (ન્યુ સી.સી. ટ્રિમિક્સ રોડ) બજાજ શોરૂમ થી એમ.એમ.ગાંધી કોલેજ સુધી હનુમાન ફળિયા થી ત્રણ ફાણસ સુધી,પરવડી થી બાલમંદિર સુધી,ઓમ પરમ્બા સોસાયટી થી નવરચના ગુરુકુળ સુધી,ઓમ બ્રહ્માકુમારી થી લઈને વાયા વિજય ટોકીઝ થઈ નવાપુરા ના નાકા સુધી,ત્રણ ફાણસ થી જૂની કસ્બા તલાટી સુધી,પી.કે. સુથારના ઘર થી તળાવની ચોકડી સુધી,શુભાલય બંગલોઝ પાસે રામાપીર મંદિર થી ગાયત્રી મંદિર સુધી, નગરપાલિકા થી રમેશભાઈ કોન્ટ્રાક્ટરના ઘર સુધી, અમિતભાઈ હાઉસ નજીક આમ કાલોલ નગરપાલિકાના આ સરાહનીય પગલાથી લાંબા સમયથી બિસ્માર રોડ-રસ્તાની સમસ્યા ભોગવતા નગરજનોને મોટી રાહત મળશે. આ મજબૂત સી.સી. ટ્રિમિક્સ રોડ બનવાના કારણે આગામી ચોમાસામાં પણ કાદવ-કીચડ કે ખાડાની સમસ્યા નહિ રહે, જેથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.







