JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વિકસાવેલી તુવેરની નવી જાત ગુજરાત તુવેર-૧૧૧ ખેડૂતો માટે આશીર્વાદરૂપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વિકસાવેલી તુવેરની નવી જાત ગુજરાત તુવેર-૧૧૧ ખેડૂતો માટે આશીર્વાદરૂપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તુવેરની નવી જાત ‘ગુજરાત તુવેર-૧૧૧ જાત (જીટી-૧૧૧) વિકસાવવામાં આવી છે. આ નવી જાત સુકારા અને વંધ્યત્વ જેવા મુખ્ય રોગો તેમજ પોપટા કોરી ખાનાર ઇયળો સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે અને હેક્ટરે ૨૦૦૦થી ૨૩૦૦ કિલોગ્રામ જેટલું મબલખ ઉત્પાદન આપતી આ તોરણીયા પ્રકારની જાત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં તુવેર એ એક મહત્વનો ચોમાસુ કઠોળ પાક છે. જે ખેડૂતોને આર્થિક લાભ આપવાની સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. તુવેરના ઉત્પાદનમાં વધારો અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ તુવેરની જાત ગુજરાત તુવેર- ૧૧૧ (જીટી-૧૧૧) ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ જીટી-૧૧૧ તુવેર વર્ષ- ૨૦૨૪માં ગુજરાત રાજય માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત મધ્યમથી મોડી પાકતી (૧૬૫ થી ૧૮૦) તોરણીયા પ્રકારની જાત છે. રાફેદ દાણાવાળી આ જાતનું ઉત્પાદન ૨૦૦૦ થી ૨૩૦૦ કિ.ગ્રા. / હેકટર મળે છે. આ જાત સુકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. તેમજ આ જાતમાં પોપટા કોરી ખાનાર ઇયળથી ઓછુ નુકશાન જોવા મળે છે. ગુજરાત તુવેર-૧૧૧ (જીટી-૧૧૧) વંધ્યત્વના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. વંધ્યત્વનો રોગ પાન કથીરીથી ફેલાતો હોવાથી કથીરીનાશક દવાઓનો છંટકાવ ક૨વાની ભલામણ છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!