કાલોલ નગરપાલિકાની બેદરકારી: વોર્ડ 1 અને 4ના લોકોની ફરિયાદ સાંભળવા અધિકારી કે હોદ્દેદારો હાજર ન મળી આવતા લોકોમાં રોષ.

તારીખ ૨૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર એક અને ચારના મતદારો ગતરોજ પાલિકામાં પોતાના વિવિધ પ્રશ્નોને લઈ આવ્યા હતા વોર્ડ નંબર એક ના નાગરિકોના જણાવ્યા અનુસાર અમારા વોર્ડમાં રોડ ખખડધજ છે પાણી અનિયમિત આવે છે દરેક વિસ્તારોમાં કોઈ પાણીનો ચોક્કસ સમય નથી ગંદકીની ભરમાળ છે અને સફાઈ અને ધન કચરો અનિયમિત છે આ વોર્ડમાં નગરપાલિકા દ્વારા કોઈ કાળજી રાખવામાં આવતી નથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેના કારણે આખરે વોર્ડ નંબર એકના નાગરિકો અને વોર્ડ નંબર ચારની મહિલાઓ આજે આ વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરવા પાલિકાએ પહોંચ્યા હતા. આજે પાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર નહોતા જેના કારણે તેઓ કોને રજૂઆત કરવી આ પ્રશ્નનું નિરાકરણ કોણ કરશે તેવા પ્રશ્નોને લઈ અસ મંજસમાં મુકાયા હતા વોર્ડ નંબર ચારની મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં કેટલાય સમયથી ગંદુ પાણી આવે છે પીવાનું પાણી ગંદુ આવવાથી મહિલાઓએ પાણી પીવાનું અને જમવા બનાવવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે જેથી પાણીનો પ્રશ્ન સત્વરે નિકાલ લાવે તેવી વોર્ડ નંબર ચારની મહિલાઓની માંગ છે કાલોલ નગરમાં સત્તાધીશોને એક વર્ષ ઉપર થવા આવ્યું છતાં પણ વિકાસના નામે મીંડું છે કાલોલ નગરમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર ખાડાઓ નજીવા વરસાદે પાણી ભરાઈ જવું અને કચરા અને ગંદકીની સમસ્યાઓ થી નાગરિકો પીડાઈ રહ્યા છે જેના કારણે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં વિવિધ વોર્ડના નાગરિકો લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે જો આવી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો નાગરિકો આંદોલન કરવાના મુડમાં છે.







