KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળામાં નગરપાલિકાના પ્રમુખ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે રંગેચંગે ઉજવણી: કુમાર અને ઉર્દુ શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ સંપન્ન.

 

તારીખ ૨૩/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ કુમાર શાળા ખાતે આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ છ ના બાળકોને પ્રવેશ આપવાનો સરકારી અભિગમ પ્રમાણેનો આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા ના હસ્તે કરવામાં આવ્યો. લાયઝન ઓફિસર તરીકે કાલોલ કુમાર સી.આર.સી કો-ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ તમામ આમંત્રિતોનું અભિવાદન કરી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. કુમારશાળાના આચાર્ય રાકેશ ઠાકર દ્વારા પુસ્તક આપી પ્રમુખ હસમુખભાઇ મકવાણાનું સ્વાગત કરી તમામને કાલોલ કુમાર શાળા ખાતે ભાવભીનો આવકાર આપ્યો હતો જ્યાં કાર્યક્રમનું સફળ સંચાલન કાલોલ કુમાર શાળાના શિક્ષક જયદીપભાઇ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 ના વિદ્યાર્થી મહેંદી હુસેને કર્યું હતું.આજના આ કાર્યક્રમમાં કાલોલ ખાતેની આંગણવાડીના એકત્રીસ ભૂલકાઓને આંગણવાડી કીટ દ્વારા અને કાલોલ કુમાર શાળાના બાલવાટિકાના 14 ધોરણ એકના નવીન ચાર અને ધોરણ છના આઠ બાળકોના કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો તેમજ ઉર્દુ શાળાના બાલવાટિકાના 25 ધોરણ 1 માં એક નવીન બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.બંને શાળાના SMC સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને વાલીગણ પણ ઉપસ્થિત રહી બાળકોના આ ઉત્સવને માણ્યો હતો.છેલ્લે ઉર્દૂશાળા ના આચાર્ય હબીબ એહમદ ચિંતામણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જયદીપભાઈ વાઘેલાએ તમામ ઉપસ્થિત લોકોને વાહન વ્યવહાર સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!