
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*લાલપુર (કુ) પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો . *શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી.*

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શ્રી લાલપુર (કુ) પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે મોડાસાના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત ડો.રવિભાઈ પ્રજાપતિ ના હસ્તે બાલવાટિકામાં નવ બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો.મુખ્ય મહેમાન એવા ડો.રવિભાઈ પ્રજાપતિ એ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળી બાળકોને શિક્ષણ માટે પ્રેરણાત્મક વાત કરી શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ આપી આહવાન કરેલ. શાળાના તમામ બાળકોને ડો.રવિભાઈ તરફથી ગુણવત્તા યુક્ત સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય દિનેશભાઈ અને એસએમસી અધ્યક્ષ અર્જુનસિંહ રાઠોડ એ ડો .રવિભાઈનું શાલ ઓઢાડી પુસ્તક આપી વિશિષ્ટ સન્માન કરેલ. આ પ્રસંગે શાળામાં ગત પરીક્ષામાં તમામ ધોરણમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા બાળકોને રમેશભાઈ અને મોહનભાઈ રાવળ તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રવેશોત્સવ ટાણે ગામના અગ્રણી આદરસિંહ રાઠોડ તરફથી બાળકોને પાકુ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય એ દાતાઓનું આભાર દર્શન કરેલ. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ નૈતિક રાવળ અને નીલમબા ચૌહાણએ કર્યું હતું.આ પ્રસંગે ગામના અગ્રણીઓ,વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.





