
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સરડોઈ પ્રાથમિક શાળા ખાતે આજરોજ આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્યના સરકારના મહત્વકાંક્ષી અભિયાન અંતર્ગત આજે 23 જૂન 2026 ના રોજ સરડોઈ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળાના પ્રગતિ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તથા અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર સાહેબ જે ડી વાઘેલા સાહેબ તથા વસાવા સાહેબ હતા.સૌપ્રથમ આમંત્રિત મહેમાનો નું શાળા ની બાળાઓ દ્વારા કંકુ તિલક કરી અને પુષ્પ વર્ષા કરી ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રાર્થના કરી ને પ્રભુ નું સ્મરણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.શાળાની બાળાઓ દ્વારા પધારેલ મહેમાનો નું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન જે.ડી.વાઘેલા સાહેબ નું પુસ્તક, પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંગણવાડી અને બાલ વાટિકા ના બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરડોઈ પંથકમાં ભામાશા તરીકે ઓળખાતા અને સેવાભાવી પ્રવૃતિઓના પ્રણેતા ઈશ્વર ભાઇ પી.ભાવસાર તરફથી CET, N.M.M.S. અને CGMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સ્થાન પામેલ બાળકોને પેડ ઇનામ સ્વરૂપે આપીને પ્રોત્સાહિત કર્યા હતા.શાળા પરિવારે દાતા ને પુષ્પ ગુચ્છ અને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આવેલ મહેમાન દ્વારા પ્રસંગ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અંતમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં તાલુકા સદસ્ય ભગવાન ભાઈ , ઉપ સરપંચ અમૃત ભાઈ,વડીલો , માતાઓ,વાલી ઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. શાળા ના બાળકોને બટાકા પૌઆ નો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ની ભવ્ય ઉજવણીમાં શાળા પરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી.





