MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં દારૂનું કટિંગ કરતાં રાજસ્થાનના ૩ સહિત ૬ શખ્સો ઝડપાયા: i20 કાર અને દારૂ સહિત ૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત

 

MORBI:મોરબીમાં દારૂનું કટિંગ કરતાં રાજસ્થાનના ૩ સહિત ૬ શખ્સો ઝડપાયા: i20 કાર અને દારૂ સહિત ૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત

 

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને શક્ત સનાળા ગામ પાસે વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી એક આઇ-૨૦ (i20) કાર, વિદેશી દારૂની ૨૪ બોટલો અને ૬ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨,૨૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મોરબીના શક્ત સનાળા રોડ પર આવેલા નીતિનગર પટેલ સમાજ વાડીની સામે, આનંદ પેલેસ નજીક બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.

પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે બાવળની ઝાડીમાં એક આઇ-૨૦ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘેરાબંધી કરીને સ્થળ પરથી જ ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓ – ૧. પિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા (ઉં.વ. ૨૮, રહે. રાજપર રોડ, મોરબી) ૨. ચિંતનભાઈ ભરતભાઈ કરકટા (ઉં.વ. ૨૦, રહે. શક્ત સનાળા, મોરબી) ૩. વિશાલભાઈ કમલેશભાઈ શીયાળ (ઉં.વ. ૨૧, રહે. વીશીપરા, અમરેલી રોડ, મોરબી) ૪. રવીન્દ્રપાલસિંગ રતનસિંગ રાવત (ઉં.વ. ૨૩, રહે. બ્યાવર, રાજસ્થાન) ૫. દેવેન્દ્રસિંગ પ્રતાપસિંગ વિજયસિંગ રાવત (ઉં.વ. ૨૨, રહે. બ્યાવર, રાજસ્થાન) ૬. રમેશસિંગ હરીસિંગ પુરનસિંગ રાવત (ઉં.વ. ૨૯, રહે. બ્યાવર, રાજસ્થાન)

કુલ ૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:વિદેશી દારૂની બોટલ નંગ-૨૪: કિંમત ₹૨૬,૪૦૦ આઇ-૨૦ (i20) કાર: કિંમત ₹૨,૦૦,૦૦૦ મોબાઈલ ફોન નંગ-૬ પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!