IDARSABARKANTHA

ઇડર મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડરની ઈમાનદારી: રૂ. 3 લાખના સોના દાગીનાવાળું પર્સ પરત આપ્યું

ઇડર મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડરની ઈમાનદારી: રૂ. 3 લાખના સોના દાગીનાવાળું પર્સ પરત આપ્યું

આજના સમયમાં ઈમાનદારીના અનેક ઉદાહરણો વચ્ચે ઇડર મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડર હસમુખભાઈ ખત્રીએ એક અનોખી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.મળતી માહિતી મુજબ અનુસાર, ઇડર તાલુકાના ઓડા ગામના મધુબેન જીતેન્દ્રભાઈ પોતાના કામકાજ અર્થે ઇડર મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. કચેરીની બહાર સ્ટેમ્પ વેન્ડર હસમુખભાઈ ખત્રીની પાછળ આવેલા બાંકડા પર તેઓ બપોરે આશરે 3 વાગ્યાના સમયે બેઠા હતા. આ દરમિયાન તેઓ પોતાનું નાનું પર્સ બાંકડા પર જ ભૂલી ગયા હતા. આ પર્સ હસમુખભાઈ ખત્રીને મળી આવ્યું હતું. દરમિયાન, આશરે 4 વાગ્યાના સમયે મધુબેન પોતાનું પર્સ શોધતા-શોધતા હસમુખભાઈ ખત્રી પાસે પહોંચ્યા હતા અને કોઈ પર્સ મળ્યું છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. હસમુખભાઈએ મધુબેનની ઓળખની ખાતરી કર્યા બાદ પર્સ પરત આપ્યું હતું.પર્સ હાથમાં લેતા જ મધુબેન ભાવુક બની ગયા હતારડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, પર્સમાં આશરે રૂ. 3 લાખના સોના દાગીના હતા. પર્સ અને દાગીના સુરક્ષિત પરત મળતા તેમણે હસમુખભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટેમ્પ વેન્ડર હસમુખભાઈ ખત્રીની આ ઈમાનદારીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે અને તેમની આ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!