BANASKANTHALAKHANI

લાખણી ની વાસણા ગોગાપુરા શાળા મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઊજવાયો

 

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના ગોગાપુરા (વા.) પ્રાથમિક શાળા, લાખણી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ ની ભવ્ય ઉજવણી**

લાખણી તાલુકાની શ્રીગોગાપુરા (વા.) પ્રાથમિક શાળામાં આજ રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ‘કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના શાળા પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર અને ભવ્ય વાતાવરણમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના તમામ બાળકો, ખાસ કરીને કન્યાઓ, શિક્ષણના પવિત્ર મંદિરમાં પ્રવેશ મેળવે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી આગળ વધે તે માટેનો હતો.

 

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સિલ્વા બ્રધર્સ (રાનેર) ના અગ્રણી શ્રી જોશી વશરામભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના એસ.એમ.સી. (SMC) અધ્યક્ષશ્રી,સભ્યશ્રીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહીને ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળામાં પ્રથમ વખત પગ મૂકતા ભૂલકાઓનું કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપી ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે વાસણા વિસ્તાર ની ગોગા પુરા વિસ્તાર મા આવેલ આંગણવાડી ના બાળકો ને કિટ આપી નવિન બાળકો ને પ્રવેશ આપવા મા આવ્યો હતો

 

સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સ્ટેજ સંચાલન શાળાના આચાર્યશ્રી મકવાણા પ્રકાશભાઈ મેવાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં શિક્ષણનું મહત્વ સમજાવી, ગામના તમામ વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા આહવાન કર્યું હતું.

 

મહેમાનશ્રી જોશી વશરામભાઈએ પણ નવા પ્રવેશેલા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને શાળાના વિકાસ માટે ગ્રામજનોના સહકારની સરાહના કરી હતી. સમગ્ર ગ્રામજનોએ આ ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!