MORBI:મોરબીના મેયરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં લીલાપર માધ્યમિક શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર સંપન્ન




MORBI:મોરબીના મેયરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં લીલાપર માધ્યમિક શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર સંપન્ન


લીલાપર માધ્યમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવાનો અવસર મળ્યો હતો.
કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ આગેવાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરવા, સંસ્કારપૂર્ણ જીવન જીવવા તથા દેશના જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા.
મેયરશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે, જેનો લાભ દરેક વિદ્યાર્થીએ મેળવવો જોઈએ.

કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.



