JODIYA જોડીયાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો




JODIYA જોડીયાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

રીપોર્ટ લલીતભાઈ નિમાવત

જોડિયા તાલુકાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ias દિગ્વિજયસિંહ ડી. જાડેજા ( ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન ગાંધીનગર ની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ જોડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેતનભાઇ રામપરિયા.બાલંભા સરપંચ. બી.આર.સી જામી સાહેબ. સી.આર.સી અલ્પેશભાઈ દલસાણીયા ની ઉપસ્થિતિમાં ચાર શાળા. બાલંભા ઉચ્ચતર માધ્યમિક શાળા. બાલંભા તાલુકા શાળા. શાંતિનગર પ્રાથમિક શાળા. તેમજ બીણાધાર પ્રાથમિક શાળા નો પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમણે શાળામાં પ્રથમવાર પગલા માંડતા નાના બાળકોને ને સ્નેહ પૂર્વક આવકારી તેમના શૈક્ષણિક જીવનના મંગલ પ્રારંભ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ બાળકોમાં સંસ્કાર અને પકૃતિ પ્રેમ જાગે એવા ઉદ્દેશ્ય સાથે શાળા પરિસરમાં આવેલ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત પ્રવેશોત્સવ પ્રસંગે ચાર શાળાના આચાર્યશ્રીઓ. શિક્ષક ગણ. સ્થાનિક પંચાયત હોદ્દેદારો. કેળવણી કારો. દાતાશ્રીઓ. વાલીઓ તેમજ ઉત્સાહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




