SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મનપાએ કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધીના મુખ્ય રસ્તા પરથી 60 થી વધુ દબાણો દૂર કરાયાં.

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસ, રસ્તા વિસ્તાર અને જાહેર સુવિધાઓ વધારવા માટે દબાણ હટાવો અભિયાન સતત ચાલુ છે આ અંતર્ગત આજે કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધીના મુખ્ય વિસ્તારમાં વ્યાપક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કરવામાં આવ્યા છે આ દબાણના કારણે રસ્તાની અવરજવરમાં અવરોધ ઉભો થતો હતો તેમજ જાહેર સ્વચ્છતા અને વ્યવસ્થાને પણ અસર થતી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જાહેર જગ્યાઓ, ફૂટપાથ અને રસ્તાઓ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું દબાણ કરનારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે મહાનગર પાલિકા શહેરને વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.



