MAHISAGARSANTRAMPUR

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી ડૉ. હસમુખ અઢિયાની મહીસાગર જિલ્લાની મુલાકાત

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી ડૉ. હસમુખ અઢિયાની મહીસાગર જિલ્લાની મુલાકાત
***

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર

શ્રી ડૉ. હસમુખ અઢિયાએ સંતરામપુરના મોટી સરસણ ખાતે યુ.આર.પટેલ હાઇસ્કૂલનું નિરીક્ષણ કર્યું
***

 


વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી પ્રોત્સાહિત કર્યા, શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું
****
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી ડૉ. હસમુખ અઢિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત તેમણે સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે આવેલી યુ. આર. પટેલ હાઇસ્કૂલની પ્રત્યક્ષ મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક અને માળખાગત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ડૉ. અઢિયાએ યુ. આર. પટેલ હાઇસ્કૂલમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ, વર્ગખંડો અને શાળાના શૈક્ષણિક પર્યાવરણની ચકાસણી કરી હતી.
આ શાળાની મુલાકાત દરમિયાન મુખ્ય સલાહકારશ્રીએ વિદ્યાર્થીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને રસના વિષયો અંગે પૂછપરછ કરી, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડતર માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, ડૉ. અઢિયાએ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ સાથે ખાસ બેઠક યોજીને શિક્ષણકાર્યની સમીક્ષા કરી હતી. તેમણે શિક્ષકોને શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા અને પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈલેષ મુનિયા, સહિત શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!