MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરનો અનોખો બાળપ્રેમ

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરનો અનોખો બાળપ્રેમ
****
કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડાના નંદ ઘરમાં ભૂલકાઓ સાથે નીચે બેસી આત્મીય સંવાદ સાધ્યો
***
૧૬ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી નંદ ઘરમાં ઉમળકાભેર પ્રવેશ કરાવતા જિલ્લા કલેક્ટર
***

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

 

રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં શિક્ષણના આ મહાપર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા ખાતે આવેલા વાવના મુવાડા (લુણાવાડા-૧) નંદ ઘરની મુલાકાત લીધી હતી અને ૧૬ જેટલા નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી નંદ ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રવેશોત્સવના પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરનો બાળકો પ્રત્યેનો અનોખો બાળપ્રેમ અને સહજતા જોવા મળ્યા હતા.કલેક્ટરશ્રીએ બાળકો સાથે એકરૂપ થઈ, તેમની સાથે સીધા જમીન પર નીચે બેસીને અત્યંત આત્મીય સંવાદ સાધ્યો હતો. જિલ્લાના ઉચ્ચ અધિકારીને પોતાની વચ્ચે આટલી સહજતાથી ભળેલા જોઈને નાના ભૂલકાઓ પણ આનંદિત થયા હતા અને મુક્ત મને વાતો કરતા જોવા મળ્યા હતા.

માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા કલેક્ટરશ્રીએ બાળકો અને ઉપસ્થિત વાલીઓ સાથે સ્વાસ્થ્ય અંગે પણ વિશેષ ચર્ચા કરી હતી. તેમણે બાળકોને સ્વસ્થ રહેવા માટેની પ્રાથમિક ટેવો વિશે સરળ ભાષામાં સમજ આપી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા.શિક્ષણના શ્રીગણેશ કરવા આવેલી આ ભાવિ પેઢીના ચહેરા પર શૈક્ષણિક કીટ મેળવીને અનેરો આનંદ છવાઈ ગયો હતો.

Back to top button
error: Content is protected !!