ગીર ગઢડાની સનવાવ પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સનવાવ પ્રાથમિક શાળા SOE ખાતે 'શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ - 2026' અંતર્ગત આજે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાઝાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડાની સનવાવ પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સનવાવ પ્રાથમિક શાળા SOE ખાતે ‘શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2026’ અંતર્ગત આજે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાઝાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.
સાથે સાથે આંગણવાડી તથા બાલવાટિકાના બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું.
આ તકે શાળામાં દરેક ધોરણ માં પ્રથમ ક્રમાંક લાવનાર તમામ વિદ્યાથીઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી.
શાળામાં પ્રથમ પગલું માંડી રહેલા તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. આવો, આપણે સૌ સાથે મળીને શત-પ્રતિશત સાક્ષર ગુજરાતનો સંકલ્પ સાર્થક કરીએ.
આ અવસરે શાળા વ્યવસ્થાપન કમિટીના (SMC) સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા સુધારણા અંગે રચનાત્મક સૂચનો આપ્યા. તેમજ શાળા કેમ્પસમાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા અને પોષણક્ષમતાની ચકાસણી કરી.
આ ઘડીએ નાના ભૂલકાઓ દ્વારા પ્રાપ્ત સ્નેહને શિક્ષણ મંત્રીએ ઝીલ્યો હતો.
આ અવસરે પૂર્વ સાસંદ શ્રી દિનુભાઈ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંગઠનના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા







