HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદ ચારિત્ર્ય પર શંકા રાખી અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ સામે ગુનો દાખલ

 

HALVAD હળવદ ચારિત્ર્ય પર શંકા રાખી અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ સામે ગુનો દાખલ

 

 

હળવદ તાલુકાના બુટવડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પતિના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે મૃતકના પિતાએ જમાઈ વિરુદ્ધ દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામે રહેતા ચંદુભાઈ ગણેશભાઈ પાડલિયાની પુત્રી અલ્કાબેનના લગ્ન જૂન-૨૦૨૫માં હળવદના બુટવડા ગામના મુકેશભાઈ ગણેશભાઈ લોદરિયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દોઢ મહિનાનો એક પુત્ર પણ છે.લગ્નના શરૂઆતના થોડા મહિનાઓ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ પતિ મુકેશભાઈ પત્ની અલ્કાબેનના ચારિત્ર્ય પર ખોટી શંકા રાખીને વારંવાર શારીરિક અને માનસિક હેરાનગતિ કરવા લાગ્યો હતો. અલ્કાબેન અવારનવાર પિયરમાં ફોન કરીને આ ત્રાસ અંગે જણાવતી હતી. પરિવારજનોએ ઘર સંસાર બચાવવા માટે ઘણી વખત સમાધાનના પ્રયાસો કર્યા અને જમાઈ તેમજ સાસરિયાઓને સમજાવ્યા પણ હતા, પરંતુ મુકેશના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો.દોઢ મહિના પહેલા પુત્રનો જન્મ થયો હોવા છતાં પતિનો વહેમી સ્વભાવ બદલાયો ન હતો. તે સતત અપમાનજનક શબ્દો બોલીને પત્નીને ત્રાસ આપતો હતો. આ રોજ-રોજના ક્લેશ અને ત્રાસથી કંટાળીને આખરે ગત તારીખ ૧૦ જૂન ૨૦૨૬ની રાત્રે અલ્કાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના અંગે મૃતકના પિતા ચંદુભાઈ પાડલિયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી પતિ મુકેશભાઈ લોદરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૮૫ અને ૧૦૮ મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!