MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરએ જહેમત ઉઠાવી રસ્તાના ખાડા પૂર્યા

 

MORBI:મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરએ જહેમત ઉઠાવી રસ્તાના ખાડા પૂર્યા

 

મોરબી નગરપાલિકાના વોર્ડ નં-૭ ના સંલગ્ન વિસ્તારોમાં સ્થાનિક રહિશો અને વાહનચાલકોની સુવિધા માટે કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે લોકપ્રતિનિધિઓએ રાતભર જાગીને સીધી દેખરેખ હેઠળ રસ્તાનું સમારકામ પૂર્ણ કરાવ્યું હતું.મોરબી વોર્ડ નં-૭ માં આવેલા પંચાસર રોડના ખૂણાથી લઈને સુપર ટોકીઝ સુધીના વિસ્તારમાં મસમોટા ખાડાઓને કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. આ પ્રશ્નની ગંભીરતાને સમજીને વોર્ડ-૭ ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી તાત્કાલિક ધોરણે પાકા RCC પેચ વર્કનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

વિસ્તારના લોકોની સુખાકારી અને સુવિધા માટે હરહંમેશ કટિબદ્ધતા દાખવતા વોર્ડ નં-૭ ના કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનોએ માત્ર આદેશ આપવાને બદલે પોતે મોડી રાત સુધી સ્થળ પર હાજર રહ્યા હતા. રાત્રિના ૪ વાગ્યા સુધી સતત ઊભા રહીને આ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરાવવામાં આવી હતી.કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા સ્થાનિક આગેવાનો ધીરેન્દ્રભાઈ ઠાકર, ડાયાભાઈ સોનગ્રા, મોહસીનભાઈ, ચિરાગભાઈ રાચ્છ લોકોની સુવિધા માટે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવનારા કોર્પોરેટરશ્રીઓ અને આગેવાનોની આ લોકઉપયોગી કામગીરીને પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને તમામ લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો છે.

 

Back to top button
error: Content is protected !!