ARAVALLIMODASA

પ્રવેશોત્સવ – ભવિષ્યના સપનાઓનું વાવેતર!! શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ ખાતે પ્રવેશોત્સવ-2026ની ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

પ્રવેશોત્સવ – ભવિષ્યના સપનાઓનું વાવેતર!! શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ ખાતે પ્રવેશોત્સવ-2026ની ઉજવણી

શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ (કાગડા મહુડા), તા. શામળાજી ખાતે મામલતદાર ચિરાગભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ વિસાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ મહેમાનોનું ફૂલછડી, સુતરની આંટી અને પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં આવકારવામાં આવ્યા હતા.શાળાના તેજસ્વી તારલાઓને દાતા શંકરભાઈ કળબના સહયોગથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રમુખ દિનેશભાઈ વિસાતે વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી તથા શાળાની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ મામલતદાર ચિરાગભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા, જીવનમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવવા માટે સતત મહેનત અને સંકલ્પનું મહત્વ સમજાવ્યું હતું તથા શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે શાળા વિકાસ માટે ₹11,111/-નું ગુપ્ત દાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વન વિભાગના કર્મચારીઓ, વિદ્યુત બોર્ડના કર્મચારીઓ, ગામના આગેવાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક ધ્રુવભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.“પ્રવેશોત્સવ માત્ર ઉજવણી નથી, પરંતુ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે.”

Back to top button
error: Content is protected !!