ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી –  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026 નો સમાપન કાર્યક્રમ રેલ્લાવાડા-1 આંગણવાડી ખાતે ઉત્સાહભેર યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર

અરવલ્લી –  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026 નો સમાપન કાર્યક્રમ રેલ્લાવાડા-1 આંગણવાડી ખાતે ઉત્સાહભેર યોજાયો

અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026 નો સમાપન કાર્યક્રમ રેલ્લાવાડા-1 આંગણવાડી ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. રાજ્યના મંત્રી પી.સી. બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં નવા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા

મંત્રીએ બાળકો સાથે કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો અને વાલીઓને બાળકોના શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે તિથિ ભોજન લેવામાં આવ્યું હતું તેમજ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત બાળકોની ટ્રાન્સપોર્ટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ, આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!