
વિજાપુર તાલુકાના પેઢામલી, સરદારપુર અને માઢી ગામે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પેઢામલી, સરદારપુર અને માઢી ગામની પ્રાથમિક શાળાઓ ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ તથા કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી બાળકોનું તિલક, ફૂલહાર અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. અશ્વિનભાઈ રાવલ (પશુ ચિકિત્સા અધિકારી, વિજાપુર), તાલુકા પંચાયત સદસ્ય વિનુભાઈ પટેલ તેમજ સંબંધિત ગામોના સરપંચશ્રીઓના હસ્તે બાળવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મહાનુભાવોએ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.



