દાહોદ તાલુકાના નવાગામ વિધાદીપ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તા.૨૫.૦૬.૨૦૨૬
વા
ત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ તાલુકાના નવાગામ વિધાદીપ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
દાહોદ.હાલમા ગુજરાત સરકાર દ્વારા ચાલતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકાના નવાગામ ખાતે આવેલ વિધાદીપ પ્રાથમિક શાળા ખાતે દાહોદની સેવાભાવી સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડો નરેશભાઈ ચાવડા નવાગામ ના સામાજિક અને સેવાભાવી કાયૅકતા અરવિંદભાઈ રાઠોડ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના ખજાનચી રમેશભાઈ સરૈયા ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા માં અભ્યાસ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એ સ્વાગત ગીત તથા સુંદર અભિનય પાત્ર ગીતો રજુ કરવામાં આવ્યા હતા શાળા ના આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું શાળા ના ટ્રસ્ટી પ્રમુખ સત્યમભાઈ ધાક ના હસ્તે ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા બાળકોને શૈક્ષણિક નોટબુક તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે ગ્રામજનો તથા વાલીઓ.શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા





