MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ૪ મહત્વના એમ.ઓ.યુ. (MoU) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (સેન્ટ્રલ ઝોન)’ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને યોજાયો
****

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ૪ મહત્વના એમ.ઓ.યુ. (MoU) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું
****
ઉપસ્થિત મહાનુભાવોએ સ્થાનિક હસ્તકલા, ODOP પ્રોડક્ટ્સ, પ્રવાસન અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપતા ૨૦ જેટલા સ્ટોલ ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી
***


મહીસાગર જિલ્લો કૃષિ, ખનીજ સંપત્તિ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ માનવ સંસાધનની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
***
ગુજરાત સરકાર દ્વારા આગામી ૨૯ થી ૩૦ જૂન-૨૦૨૬ દરમિયાન વડોદરાની જી.એસ.એફ.સી. (GSFC) યુનિવર્સિટી ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (સેન્ટ્રલ ઝોન)’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રાદેશિક કોન્ફરન્સના ભાગરૂપે મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ લુણાવાડાના મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.જે. ઠાકોરે સ્વાગત પ્રવચન તથા VGRC અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લો કૃષિ, ખનીજ સંપત્તિ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ માનવ સંસાધનની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. રાજ્ય સરકારની ‘ઔદ્યોગિક નીતિ ૨૦૧૫-૨૦૨૦’ અને ‘આત્મનિર્ભર ગુજરાત ૨૦૨૨’ જેવી નીતિઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં મહીસાગર જિલ્લાના ૪૩ જેટલા MSME એકમોને અંદાજિત ૬.૫૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૨૯ થી વધારે ઉદ્યોગ સાહસિકો દ્વારા અંદાજિત ૩૯ કરોડ રૂપિયાના રોકાણ માટેના ઇન્ટેન્શન ફોર્મ (MoU) કરવામાં આવ્યા છે, જેના થકી આવનારા સમયમાં જિલ્લામાં ૨૨૧ થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. તેમણે ‘વોકલ ફોર લોકલ’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા તમામ રોકાણકારોને મહીસાગરમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના ખેડૂતો, MSME ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં રહેલા ‘પ્રોસેસિંગ ગેપ’ ને ઘટાડી સ્થાનિક પ્રોડક્ટ્સનું યોગ્ય મૂલ્યવર્ધન (Value Addition) કરવામાં આવે તો નફાનું માર્જિન નોંધપાત્ર રીતે વધારી શકાય છે. તેમણે ઉદ્યોગકારો વચ્ચે પારસ્પરિક સહયોગ અને નેટવર્કિંગની આવશ્યકતા સમજાવી ITI માં અભ્યાસ કરતા યુવાનોને નાના ઉદ્યોગો (Small Scale Industries) શરૂ કરવા માટે વિશેષ પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં DGFT ના જોઇન્ટ ડાયરેક્ટર શ્રી અનુપમ કુમાર દ્વારા MSME સેક્ટર માટે નિકાસની તકો (Export Potential) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ૪ મહત્વના એમ.ઓ.યુ. (MoU) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં જગદંબા હર્બલ (રૂ. ૧.૩ કરોડ), રવરાઈ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. (રૂ. ૧.૫ કરોડ), અંબિકા એનિમલ ફીડ્સ (રૂ. ૧.૩ કરોડ) અને ઈવા કોક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ (રૂ. ૨૦ લાખ) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્થાનિક હસ્તકલા, ODOP પ્રોડક્ટ્સ, પ્રવાસન અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપતા ૨૦ જેટલા સ્ટોલનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર અને ઉપસ્થિત મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર શ્રી કે.આર. તડવીએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!