SINORVADODARA

શિનોર તાલુકાના સાધલી ગામે હિટાચી મશીન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી…


ફૈઝ ખત્રી..શિનોર
સાધલી ગામ ખાતે તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મદીના મસ્જિદ સામેની તળાવની પાળની અંદર હિટાચી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.
હિટાચી મશીન ના ખોદકામ દરમિયાન ઝાડ ફસાઈ પડતા વીજ વાયર ઉપર પડ્યું હતું જેથી મસ્જિદ આગળ આવેલ વીજ પોલ તૂટી જઈ અવર જવર વાળા મુખ્ય માર્ગ પર ધરાશાયી થયો હતો. ઘટનાના સમયે પોલની નજીક ઉભેલી એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરાંત વીજ પોલ નીચે ઉભેલી બાઇકને પણ નુકસાન થયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ હિટાચી મશીન ચાલકની બેદરકારીના કારણે વીજ પોલ તૂટી પડ્યો હતો અને રબર સ્લિવ વાળા જીવતા વીજ વાયરો ગ્રામ પંચાયત જવાના મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયા હતા, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!