SAGBARA

ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પૂર, મહિલા તણાઈ જતાં ગામમાં ચિંતા,

દેડિયાપાડા તાલુકામાં ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે નદીમાં અચાનક પૂર આવતાં એક દુઃખદ ઘટના સામે આવી છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પૂર, મહિલા તણાઈ જતાં ગામમાં ચિંતા,

દેડિયાપાડા તાલુકામાં ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે નદીમાં અચાનક પૂર આવતાં એક દુઃખદ ઘટના સામે આવી છે.

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલીવાડા (બોગજ) ગામના ઊર્મિલાબેન રમેશભાઈ વસાવા આજે વહેલી સવારે નદીની સામેથી પોતાના ખેતરે ખેતીકામ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ પૂરનાં પાણીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ગામલોકો મોટી સંખ્યામાં નદી કિનારે પહોંચી ગયા હતા અને ઊર્મિલાબેનની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ જરૂરી બચાવ અને શોધ કામગીરી માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે. સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા ઊર્મિલાબેનની શોધખોળ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!