ARAVALLIMODASA

ICDS ના પૌષ્ટિક આહાર કેસમાં મોટો વળાંક; મોડાસા રૂરલ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ – 1.95 લાખ ના મુદ્દામાલ સાથે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ

ICDS ના પૌષ્ટિક આહાર કેસમાં મોટો વળાંક; મોડાસા રૂરલ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ – 1.95 લાખ ના મુદ્દામાલ સાથે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા ICDS વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે હવે મોટો વળાંક આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઇન્ચાર્જ સીડીપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પીકઅપ ચાલક, વાહન માલિક, ખાનપુર ગોડાઉનના જવાબદાર વ્યક્તિ સહિત તપાસમાં સામે આવતા અન્ય લોકો સામે ગુનો નોંધાયો છે.

મોડાસા ખાતે ઝડપાયેલા ICDS વિભાગના ટેક હોમ રેશન (THR) પૌષ્ટિક આહારના જથ્થા મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે.મહિલા અને બાળ વિકાસ વિભાગના ઇન્ચાર્જ સીડીપીઓ ફાલ્ગુનીબેન ચૌહાણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 23 જૂનના રોજ GJ-18-BW-3549 નંબરની પીકઅપ ગાડીમાંથી બાળકો અને સગર્ભા મહિલાઓ માટેનો સરકારનો પૌષ્ટિક આહારનો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો.ગાડીમાંથી બાળશક્તિની 200 થેલીઓ, માતૃશક્તિની 100 થેલીઓ અને ફોર્ટિફાઇડ ઘઉંના લોટની 5 થેલીઓ મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે રૂ. 1.90 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!