SINORVADODARA

સાધલી મુકામે મોહરમ પર્વ નિમિત્તે નૂરાની યંગ સર્કલ તેમજ સંજરી યંગ સર્કલ દ્વારા ફ્રુટ સલાડનું વિતરણ કરાયું


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે મોહરમ પર્વ નિમિત્તે નૂરાની યંગ સર્કલ દ્વારા બિરસા મુંડા સર્કલ ખાતે ફ્રુટ સલાડનું વિતરણ કરી સેવાભાવી કાર્ય કરવામાં આવ્યું હતું.
જ્યારે સાધલી બસ સ્ટેન્ડ ખાતે સંજરી યંગ સર્કલ દ્વારા મુસાફરો તેમજ વાહન ચાલકો ને ફ્રુટસલાs નું વિતરણ કરાય હતું.
આ પ્રસંગે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઠંડક અને તાજગી મળે તે હેતુથી ફ્રુટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ સેવાકીય કાર્યનો લાભ લીધો અને આયોજકોની આ અનોખી પહેલને બિરદાવી હતી.

યંગ સર્કલ કમિટી એ જણાવ્યું કે મોહરમનો પવિત્ર પર્વ માનવતા, ભાઈચારો અને સેવાનો સંદેશ આપે છે. આ ભાવનાને અનુરૂપ સમાજસેવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને સૌહાર્દનો સુંદર માહોલ જોવા મળ્યો.

Back to top button
error: Content is protected !!